22 - ઑગળે છે / ચિનુ મોદી


લાગણી ભીના અવાજો ઑગળે છે
એ ક્ષણે પણ કોણ એમ જ તે મળે છે?

ઝંખના રેખા મટી બનતી હથેળી
ને ત્વચામાં સ્પર્શ ઝીણો ઝળહળે છે.

મૌનના ઊંચા પહાડો તોડવાને
શૂન્યતાનું જળ હજી પણ ખળભળે છે.

વેગળો છું ઘર તરફ માંડું કદમ કે
ચાર દીવાલો મને ઘેરી વળે છે.

શ્વાસની સાથે સમય પણ જાય અટકી
ને બહેરા કાન માંડી સાંભળે છે


0 comments


Leave comment