23 - સંવેદન / ચિનુ મોદી


સંવેદનની કેવી ક્ષણ?
આભાસી જળ,બળતું રણ

મન પર એનું છે ભારણ
પૂછો નહિ કે શું કારણ?

દરવાજાની ભીતર શું?
ખીંટી પર લટકે છે જણ.

પડછાયાની દીવાલો
દીવાલે છે ચિતરામણ.

ટોળામાં મન ભેળાતું
એકલતામાં ગભરામણ.


0 comments


Leave comment