24 - કાળું કબૂતર / ચિનુ મોદી


હાથમાં રેખા હતી, ઝાંખી હતી
શક્યતાની પૂંછડી વાંકી હતી.

કોક પડછાયા વગરના પ્હાડ પર
મેં મરણની વેદના માંગી હતી.

માર્ગમાં એકાદ પળ રોકાણ છે
એ જ પળ જીવનસમી લાંબી હતી.

થાકનું કાળું કબૂતર ક્યાં ગયું?
શોધ ભરચક ઊંઘમાં માંડી હતી.

શોધે કોણે આદરી? ને શું થયું?
પ્રશ્ન પૂછી મેં ક્ષમા વાંછી હતી.


0 comments


Leave comment