25 - સ્મરણ / ચિનુ મોદી


અચાનક તમારું સ્મરણ થાય છે તો
કમળનું સરોવર ઝરણ થાય છે તો.

અવાચક થઈ કોણ જોયાં કરે છે?
બહુ બોલકું મન હરણ થાય છે તો.

ઉદાસીન આકાશનો એક ખૂણો
સમય જાય ત્યારે જ રણ થાય છે તો.

પવન જેમ પગલાં ઊડી જાય રણમાં
છતાં એ જ વાટે ચરણ થાય છે તો.

વણું શ્વાસની એક ચાદર સતત હું
મરણ ઢાંકવા આવરણ થાય છે તો.


0 comments


Leave comment