27 - પથ્થરો / ચિનુ મોદી


પથ્થરો ક્યાં કદી તૂટતાં હોય છે ?
ઘાસ જેમ જ બધે ફૂટતા હોય છે.

એક મળતો ખરો, પણ બીજો ના મળે
આ...મ પથ્થર સદા ખૂટતા હોય છે.

હાથ વીંઝાય - વીંઝાય ના એ પ્રથમ
પથ્થરો હાથથી છૂટતા હોય છે.

મૌનને મૂઢતામાં તમે ના ગણો
પથ્થરોમાં નરી ગૂઢતા હોય છે

રિક્ત એકાંતનું આંખમાં ઊગવું
પથ્થરો આંખમાં ઊગતા હોય છે.


0 comments


Leave comment