28 - અને / ચિનુ મોદી


સમય તો સતત છે , અફળ છે અને
થતો સ્પર્શ તો પણ અકળ છે અને

તરું કે પછી ક્યાંક ડૂબી જઉં
સતત એક ફેલાતું જળ છે અને

દિવસ, માસ, વર્ષો મળે જીવવા
મરણ કાજ એકાદ પળ છે અને

મદારી ફરી નાગ સાથે રમે
હળાહળ ગરલનું જ છળ છે અને

શિખરનું મને શૂન્ય ખપતૂં હતું
પવન ત્યાં જ થોડો અચળ છે અને


0 comments


Leave comment