30 - ધુમ્મસ / ચિનુ મોદી


આખે ખેતર ગાઢ અડાબીડ ભીનું ભીનું લચતું ધુમ્મસ
રથને તોડી સાત અરબ્બી ઘોડાટોળું ચરતું ધુમ્મસ

દરિયા વચ્ચે પહાડ પ્હોળું મત્સ્ય થઈને તરતું ધુમ્મસ
પ્રલય પછીના કોઈ મનુનું નાવ થઈને સરતું ધુમ્મસ

પાતાળોનાં ઊંડાણોનાં ઝરણાં પેઠે ઠરતું ધુમ્મસ
શેષનાગની ફણા થઈને ભાર ધરાનો વહતું ધુમ્મસ.

આકાશેથી ઝરમરઝરમર જળ ઓઢેલું ઝમતું ધુમ્મસ
હળવે હળવે વાયુ પગલે મનમાં મારગ કરતું ધુમ્મસ.


0 comments


Leave comment