34 - એક મોજું...... / ચિનુ મોદી


શ્વાસ તો આભાસ રચતો, એ સદા પાસે રહે
છેક છેવટની ક્ષણે સરકી જઈ આઘે રહે.

જેમ સપનામાં તને જોઉં અને પામું નહીં
તું વિરહમાં એમ બસ સામે અને સામે રહે.

એક મોજું ક્યાં લગી કાંઠે રહી શકશે, કહો?
ખેર, હું તો એમ જ ઇચ્છું તું અહીં આવે, રહે.

શું કહું કે આ વ્યથાનો ભાર કેવો લાગતો?
પાંખ વીંઝાતી રહે ને આ ગગન માથે રહે.


0 comments


Leave comment