38 - રકઝક / ચિનુ મોદી


આંખની પ્યાલી ઘણી માદક હતી
ઓઠ પ્યાસા, પણ સૂરા બેશક હતી.

બેકરારી દિલ લઈ બેસી ગયું
આપને પણ આવવાની તક હતી.

ક્યાંક પ્યાસો જામથી ટકરાય ના
હા, સૂરાલયમાં જરી રકઝક હતી.

ક્યારનો સંબંધ બેઉંને થતો
પ્હેલ તું કર, એ જ મારી જક હતી.


0 comments


Leave comment