39 - વ્યથા / ચિનુ મોદી


ક્યાં જવું ? કોને કહું મારી વ્યથા ?
જ્યાં ગયો હું ત્યાં તમે સામાં હતાં

યાદ આવે આપના સાન્નિધ્યની
જળ વિશે જ્યારે નિહાળું તારલા

પાંદડાં ખરતાં રહ્યાં ખરતાં રહ્યાં
અશ્રુઓ સારી રહી જાણે હવા

મોકળા મનનો થવું કેવી રીતે ?
દ્વાર ખુલ્લાં કેમ રાખું રાતનાં ?

સાદ પાછળથી મને આપ્યા કરે
પૂંઠ ફેરવતાં દીથી મેં શૂન્યતા.


0 comments


Leave comment