41 - વિરહ / ચિનુ મોદી


ક્યાં જઈને ભારવો મારો વિરહ ?
શ્વાસ સાથે આવશે બ્હારો વિરહ.

આમ તો ક્ષણ પણ નથી તું દૂર ને
એ છતાં સાલ્યા કરે તારો વિરહ

આંસુઓથી તેં જ ભીંજાવ્યો હશે
હોય ક્યાંથી આટલો ખારો વિરહ ?

આપણી વચ્ચે હવે અવકાશ ના
આજથી છે સાવ નોધારો વિરહ.

હા, મને પણ એક સધિયારો હતો
આપણે છે એક મઝિયારો વિરહ.


0 comments


Leave comment