43 - તમે / ચિનુ મોદી


તમે ઉદાસ થઈને મને કાં તાકો છો ?
નયનમાં મૌનના સાગર છલકતા રાખો છો.

પવનની જેમ કડી વ્હેતો, થંભતો ત્યારે
તમે ખરેલ પાંદડાંને અર્થ આપો છો.

વિચાર કરવા મથું છું તો એમ લાગે છે
તમે ‘કદાચ’ થયેલા મને કાં લાગો છો ?

સમયનો સાર હશે કે હશે એ ચંચળતા ?
ઉઘાડી દ્વાર હવે એને તમે કાં વાસો છો ?

થયેલું છિન્ન એક સપનું યાદ આવે છે
કહું છું કેમ હવે આપ યાદ આવો છો ?


0 comments


Leave comment