45 - ક્યારેક / ચિનુ મોદી


ઋગ્ણતા જોવાય છે ક્યારેક તો
ઝંખના ડોકાય છે ક્યારેક તો

આપણી વચ્ચે વસેલી શૂન્યતા
એ વળી પડઘાય છે ક્યારેક તો

ક્યાંક અંધારું મને ઘેરી ન લે
એ જ ભય ઘેરાય છે ક્યારેક તો

લાગણીભીના થવાથી શું વળે ?
પ્રશ્ન આવો થાય છે ક્યારેક તો

સાંભરણમાં ધૂળિયા શેરી હશે
એ સરલ દેખાય છે ક્યારેક તો


0 comments


Leave comment