13 - પારસ પૂતળી... / હરિશ્ચન્દ્ર જોશી
ચૈતર ચડતો અંગમાં રૂંવે રૂંવે મ્હોર
મ્હેકે આઠે પ્હોર હું વાસંતી લ્હેરખી
તકતામાં મોહી પડી ભૂલી સઘળું ભાન
મારામાં ગુલતાન હું પારસની પૂતળી
ફળિયામાં સૂતી રહી માથે ઓઢી રાત
ઓકળિયાળી ભાત ઝલમલ મારી આંખમાં
વાદળ બેવડ નીચવ્યાં ટીપું વરસ્યું એક
ભીંજાણી હું છેક માટી ભીની મ્હોરતાં
પાલવનાં પંખી ઊડ્યાં લઈ મુજને સંગાથ
ભરે પવનને બાથ પાછળ ઊભો સાયબો
0 comments
Leave comment