47 - ત્રણ શેર / ચિનુ મોદી


મારી ઉદાસી આંખમાં આંસુનું આવવું
રાત્રે ખારેલ પાંદડે વાયુનું ચાલવું.

ખાલી મકાનમાં મને એકલતા ઘેરતી
ચાલ્યા જનાર ! ખ્યાલ છે શ્વાસોનું તૂટવું ?

આવી શકાય તો કદી આવીને જોઈ લે
મારા અવાક ઓરડે સૂરજનું ડૂબવું.


0 comments


Leave comment