48 - સ્મરણ / ચિનુ મોદી


એનું સ્મરણ ધીમે ધીમે ભૂંસાય છે
જળથી અરેરે, જળ સદા વ્હેરાય છે

કોને કહ્યું સાંજે જ ફૂલ કરતુ દગો ?
ઝાકળભરી જાળે કિરણ મૂંઝાય છે

અંતિમ ઘડી સામાન્ય ઘટના હોય છે
વેરાન ઉપવન, એ તને સમજાય છે ?

મોંઘુ કફન ઓઢાડવું પડશે મને
મારો મરણનો ભાવ વધતો જાય છે.

મારે નથી એક્કેય તે દુશ્મન થયો,
હા, દોસ્તથી મારે અબોલા થાય છે.


0 comments


Leave comment