50 - વરસો પછી / ચિનુ મોદી


બે ઘડી માટે મળી, વરસો પછી
ઓસથી ખીલી કળી, વરસો પછી

હું અવાચક સાવ મૂંગો થૈ ગયો
મેં હવાને સાંભળી વરસો પછી

હાથ મુજ મનને પૂછો તો હું કહું
નાવ જળમાં ખળભળી વરસો પછી

જળ સભર કૈં વાદળી આવી- ગઈ
આજ વરસી વાદળી વરસો પછી.

કેમ પાગલ ના થઉં ? એને હૃદય
યાદ મારી સળવળી વરસો પછી


0 comments


Leave comment