51 - તોડવો પડશે / ચિનુ મોદી


અવકાશનો આભાસ તોડવો પડશે
મારે હવાને શ્વાસ તોડવો પડશે

એકાંતને ઘૂંટી ઉલૂકની પેઠે
અંધારનો આવાસ તોડવો પડશે

સચવાય છે મારા વિશે વસી ધુમ્મસ
રમતાં કિરણનો રાસ તોડવો પડશે.

દોડ્યા કરે છે મૌનમાં ભીતર મારું
આકાશનો સહવાસ તોડવો પડશે.

મારા ય ઘરમાં છે કરોળિયાનું ઘર
મારે હવાનો શ્વાસ તોડવો પડશે


0 comments


Leave comment