52 - હતું તારલાના......./ ચિનુ મોદી


વગર દર્દની જિંદગી ના ખપે
સમંદર વિનાની નદી શું કરે ?

સ્વજન પણ અજાણ્યે કરે દુશ્મની
ન જાણે દિલાસે વ્યથાઓ વધે.

નયન ! આંસુનું મૂલ્ય કૈં પણ ખરું ?
લહેણું છતાં એ જ ભારે પડે.

હતું તારલાના મુકદ્દર વિશે
સૂરજની કબર પર દીપક બળે.


0 comments


Leave comment