53 - કાગ બેઠો / ચિનુ મોદી


કાગ બેઠો કે તરત ડાળી તૂટી
આપ આવ્યાં તે કળી કોમળ ફૂટી

લાગતું : બંધન ભવોભવનું હશે
પ્રેમ ધારાઓ નિહાળ્યામાં છૂટી

રૂપનું જો વિષ રગેરગમાં ચઢે
તો પછી બચવા નથી એક્કે બૂટી

જિંદગી મારે જવા દેવો નથી
ક્યાં ફરી આવી મળે હૈયાફૂટી ?

કણ દઉં છું ને મળે છે મણ મને
વેદના મારી વહાવ્યે ના ખૂટી.


0 comments


Leave comment