54 - ક્યાં લગી ? / ચિનુ મોદી


ભાંગેલ હૈયે ક્યાં લગી જીવ્યા કરું ?
રેતી પર હું ક્યાં લગી લીપ્યા કરું ?

વેરાન રણમાં વીરડીનાં સ્વપ્ન લઈ
બળતી ધરાએ ક્યાં લગી સીઝ્યા કરું ?

આંસુ કદાચિત શૂન્યતા ઓગાળશે
હું મૌન ભીનું ક્યાં લગી ઝીલ્યા કરું ?

તારા વિચારોથી પરિચિત છું છતાં
તૂટેલ માળો ક્યાં લગી પીંખ્યા કરું ?

મધરાત છે ને યાદ તું આવી ગઈ
હું ઓસ પુષ્પે ક્યાં લગી સીંચ્યા કરું ?


0 comments


Leave comment