55 - શકાય ના / ચિનુ મોદી


બેસી જતી દીવાલને ખાલી શકાય ના
સૂના ઘરે પાછી તને વાળી શકાય ના

આંખો કરું છું બંધ હું વેરાન રાતમાં
ફિક્કા પડેલા ચાંદને તાકી શકાય ના

મારા નસીબે તારલો થાઉં લખીશ ના
કંઠે ભરાવી નાગને જાગી શકાય ના

મજબૂર છું ને એટલે થોડો ઉદાસ છું
આખો દિવસ તો ઓસને રાખી શકાય ના

મંઝિલ ઉપર પ્હોંચી ગયાનો થાક એટલો
સામે હતાં ને તોય તે પામી શકાય ના.


0 comments


Leave comment