56 - આવ – જા / ચિનુ મોદી


દર્દને પણ ખ્યાલ આવેને જરા
એટલે એની દવા કરવી હતી.

નેણથી થોડી ઘણી જો થાય તો
આપને હૈયે જગા કરવી હતી.

આવ-જા કરતાં ચરણને ખ્યાલ છે
કે હૃદયમાં આવ-જા કરવી હતી ?

કોક અલબેલા હૃદયને દરદનો છું મરિઝ
દર્દની મારે તમા કરવી હતી.

મોતને થોભાવવું મારે પડ્યું
પૂર્ણ મારે વારતા કરવી હતી.


0 comments


Leave comment