57 - માગું છું / ચિનુ મોદી


કાંટા કનેથી ક્યાં સુવાસ માગું છું ?
દિલમાં તમારાં હું નિવાસ માગું છું

બે નેણનાં પલકાર મેં નિહાળ્યા છે
તારક ભરી એથી અમાસ માગું છું

થાક્યા વગર ચાલેલ શ્વાસને જ્યારે
ઈચ્છા પૂછી તો કહે, ‘પ્રવાસ માગું છું.’

અશ્રુ તમારી આંખના ન લૂછીને
મારી ગઝલનો હું વિકાસ માગું છું.


0 comments


Leave comment