58 - આંખનાં / ચિનુ મોદી


દૂર ગાઢા વન વિશે આવી ગયો
ક્યાં મને લાવ્યાં કુરંગો આંખનાં ?

પાંપણો પલકી અને નભ ક્યાં ગયું ?
શોધતાં ફરતાં વિહંગો આંખનાં

ક્યાં સરોવરનાં લહેર્યાં જળ અને
ક્યાં ડહોળાયાં તરંગો આંખનાં

શ્વાસમાં વરતાય પીળો થાક, તો
પાથરી દેવા પલંગો આંખનાં.

હું જઉં તો ક્યાં જઉં આ શ્હેરમાં ?
છે હવાભક્ષી ભુજંગો આંખનાં.

નામ પોતાનું લખે, ભૂંસે, લખે
આંધળી ભીંતે અપંગો આંખનાં.


0 comments


Leave comment