59 - નહિ જડે / ચિનુ મોદી


મારી ઉદાસ રાતનાં સપનાંઓ ક્યાં જશો ?
મારા નયનશી ક્યાંય તે ભીનાશ નહિ જડે.

જૂના પુરાણા મંદિરે આવીને ઘંટ પર
બેઠું પતંગિયું, હવે અવકાશ નહિ જડે

પુષ્પે સવારે બેસતાં મોતીને શોધતાં
કાંઠે ડૂબી જશો ને છતાં લાશ નહિ જડે.


0 comments


Leave comment