60 - કોણ ? / ચિનુ મોદી


અહીં આંસુનાં માછલાં ટળવળે છે,
અને એક દરિયો હજી ખળભળે છે

હજી પણ મને કેમ મિત્રો મળે છે ?
અરે હા, કબર પર દીવાઓ બળે છે

વીતેલા સમયનું સ્મરણ કેમ કરવું ?
ચરણ જેમ પગલાંય પાછાં વળે છે

ધસે વાયરો એક તોફાન સાથે
દીવાલો વગરનું મને ઘર મળે છે

મને એ કદી કેમ પરખાય છે, ના ?
સતત શ્વાસની જેમ શું ઓગળે છે ?


0 comments


Leave comment