6 - બારીએ ક્યારે આથમ્યો સંભવ, ખબર નથી / પંકજ વખારિયા


બારીએ ક્યારે આથમ્યો સંભવ, ખબર નથી
ને ક્યારે સ્વપ્નમાં થયો પગરવ, ખબર નથી

ક્યારે દિવસ ને રાતથી પર થઇ ગયું જીવન ?
ક્યારે હણાયું સૂર્યનું ગૌરવ, ખબર નથી

પગ ચાલવાના અર્થ વગર ચાલતા ગયા
યા કેડી ખુદ બની ગઈ કેશવ, ખબર નથી

એને નગર જતાં સુધી અધવચ્ચે રાહમાં
ક્યારે ગઝલનો થઇ ગયો ઉદભવ, ખબર નથી

લૂંટાશું રોમ-રોમથી પરદેશી ગામમાં
યા વધશે ઓર દર્દનો વૈભવ, ખબર નથી
(૨૨ સપ્ટેમ્બર ૧૯૯૪)0 comments


Leave comment