7 - છું છલોછલ પળ જરા / પંકજ વખારિયા


છું છલોછલ પળ જરા
થઈ જઈશ ખળખળ જરા

પલળે કે ના પલળે તું
વરસું હું વાદળ જરા

મીટશે મનભેદ સૌ
મન મૂકીને મળ જરા

અર્થ શું છે પ્રેમનો ?
જળ અને મૃગજળ જરા

છે ગઝલ પ્રત્યક્ષ તો
લખ નહીં, સાંભળ જરા

શબ્દ મુજ ખોદયા ન કર
આંખમાં જો જળ જરા

ચિત્ર તો ઉપસે છે સાફ
ચિત્ત હો નિર્મળ જરા

કંઈક ફળ એનુંય છે
થા કદી નિષ્ફળ જરા

યાદ મારી પહોંચે ના
શોધ એવું સ્થળ જરા

જાય ત્યારે એકવાર
જોજે ! તું પાછળ જરા
(૨૨ ફેબ્રુઆરી ૨૦૦૧)0 comments


Leave comment