8 - બસ, હવે થોડા દિવસની વાત છે / પંકજ વખારિયા


બસ, હવે થોડા દિવસની વાત છે
- ને પછી, કાયમની કાળી રાત છે

ગત-અનાગત કાળના છોડી વિચાર
ચૂમી લે આ પળ, કે ટૂંકી રાત છે

ક્યાંક આંસુઓ જ તાણી જાય ના,
આંખને યૌવનમાં જળની ઘાત છે

કોરાં બે પાનાંઅને સૂકું ગુલાબ –
વણકહેલી એ સુગંધી વાત છે

ખુલ્લી આંખે રાત તો વીતી ગઈ
- ને દિવસની સૂર્યહીન શરૂઆત છે
(૧૭ ડિસેમ્બર ૧૯૮૯)0 comments


Leave comment