9 - આંગળી વાઢીને અક્ષર મોકલું / પંકજ વખારિયા
આંગળી વાઢીને અક્ષર મોકલું*
દર્દનું શાશ્વત સરોવર મોકલું
શબ્દે શબ્દે સૂક્કું ખર... ખર... મોકલું
પાનખર પામ્યાનો ઉત્તર મોકલું
એને મનગમતા ગળે પહેરાવજે
આંસુઓ ગૂંથીને અવસર મોકલું
ભેટ બીજી તો શું આપું યાદગાર ?
એક ખાલી ઘરનું પોસ્ટર મોકલું
એક ધુમ્મસમય ક્ષિતિજ-રેખા લખી
આપણી વચ્ચેનું અંતર મોકલું
*શ્રી નયન દેસાઈની પંક્તિ પરથી
(૧૭ માર્ચ ૧૯૯૪)
0 comments
Leave comment