10 - ઘણી જ ભારે જશે રાત, માંડ કાઢે કદાચ / પંકજ વખારિયા


ઘણી જ ભારે જશે રાત, માંડ કાઢે કદાચ....
જશે સવાર સુધી તો ‘જવું’ નિભાવે કદાચ....

ખલાસ જિંદગી પળમાં ને હાથ ખાલી હવે...
બીજાના નામની ક્ષણ હોય તો બચાવે બદાચ....

અનંત રાતનો ખામોશ આ ઉચાટ હવે
ઊંચકવો અઘરો છે, અર્થીથી પણ વધારે કદાચ....

ધીમે ધીમે કશું ગણગણતો આવે છે સૂરજ
ફકીરી ગીતની છાલક નયન ઉઘાડે કદાચ....

ખૂલી રહ્યું છે, બીજું એક શહેર આંખોમાં
જગતને ‘આવજો’ મોકૂફ ને રખાવે કદાચ...
(૧૯ નવેમ્બર ૧૯૯૪)0 comments


Leave comment