11 - બચ્યું ના કશું, ફક્ત એક આશ બાકી / પંકજ વખારિયા
બચ્યું ના કશું, ફક્ત એક આશ બાકી
ને શ્વસવાની થોડીક ગુંજાશ બાકી
અમસ્તી તો સીંચે નહીં રાત ઝાકળ
હશે ક્યાંક પણ રણમાં લીલાશ બાકી
હજી તારી આંખોના ઘાટે જ છું હું
હજી મારાં વસ્ત્રોમાં ભીનાશ બાકી
હવસ, લાગણી, દુઃખ, કવિતા પછી બસ,
થવો પ્રેમ કેવળ ચિદાકાશ બાકી
(૨૩ જુલાઈ, ૨૦૦૪)
0 comments
Leave comment