13 - આવે જ છે તો આવ, પણ એ બેલ યાદ કર / પંકજ વખારિયા


આવે જ છે તો આવ, પણ એ બેલ યાદ કર
જાણી-બૂઝીને જે નહીં વાગેલ, યાદ કર

દર્શાવી સહાનુભૂતિ વ્યથા ઓર ના વધાર
પહેલાના તારા આવા બધા ખેલ યાદ કર

આ હાથ પાછો ઝાલતાં પહેલાં જરાક થોભ
પહેલાય તેં કરી હતી એ પહેલ યાદ કર

આ બાઘ્ઘા છોકરાની ઝૂકેલી ડફોળ આંખ
સપનાની બાબતે હતી કાબેલ, યાદ કર

દુર્ભાગ્ય પહાણાં મારતું ટોળે વળ્યું હતું
- ને તારાં પગલાં પણ હતાં સામેલ, યાદ કર
(૨૮ જાન્યુઆરી ૧૯૯૬)0 comments


Leave comment