14 - પકડી લે એનો હાથ નહીંતર બીજી વખત / પંકજ વખારિયા
પકડી લે એનો હાથ નહીંતર બીજી વખત
ખોવાશે ભીડમાં ફરી અવસર બીજી વખત
સાબિત થયો નથી કોઈનો હક આ પળ ઉપર
થઇ છે અવાજ-મૌનની ટક્કર બીજી વખત
જોતો જ રહી ગયો ને કિનારો વહી ગયો
તૂટી ગયું જહાજનું લંગર બીજી વખત
મૂકું સજાવીને હું પિરામિડમાં મમી
ગુજરી ગઈ છે પળ કોઈ સુંદર બીજી વખત
લૂંટાઈ ગઈ છે આબરૂ આંસુની એકવાર
ઓળંગશે ના આંખનો ઉંબર બીજી વખત
(૧૩ મે ૧૯૯૦)
0 comments
Leave comment