19 - પ્રગટે છે કેવા રૂપમાં કચવાટ આપણો / પંકજ વખારિયા


પ્રગટે છે કેવા રૂપમાં કચવાટ આપણો !
સૂરીલો થઈને ગૂંજે છે ઘૂઘવાટ આપણો

આ ઝાડમાં ફસાઈને ફાટી ગયા છતાં
ઝોકે હવાને જાગે છે ફફડાટ આપણો

અંકાય છે જે મૂલ્ય એ સાચાપણાનું છે
બાકી તો સાવ ઝાંખો છે ચળકાટ આપણો

એનો કોઈ તો ઘાટ હશે મોક્ષદા જરૂર
આંસુને આરે-આરે રઝળપાટ આપણો
(૧૬ ડિસેમ્બર ૧૯૯૧)0 comments


Leave comment