25 - ધુમ્મસ.. ધુમ્મસ.. ધુમ્મસ ને બસ ધુમ્મસનો દરિયો રે / પંકજ વખારિયા


ધુમ્મસ... ધુમ્મસ... ધુમ્મસ ને બસ ધુમ્મસનો છે દરિયો રે
શ્વાસો... પાર વિનાનું ઊડતાં સારસનો છે દરિયો રે !

‘આ’ ને ‘તે’ની વચ્ચે અંતર શું જાણે કપાશે ક્યારે ?
શ્વાસો... કાચાં-પાકાં સપનાં, સાહસનો છે દરિયો રે !

શ્વાસો... થીજી જઈ અજવાળું, સરસર કરતુ ખરતું રે !
શ્વાસો... ભડભડ અંધારાંના ઓજસનો છે દરિયો રે !

શ્વાસો.... વાંસ મહીં આ તનના ફૂંકાય વિયોગી ગોકુળ
શ્વાસો... આંખેથી છલકાતાં ગોરસનો છે દરિયો રે !

‘રાનાપીલીવાનીજા’ નો સરવાળો કહેવાય સૂરજ
શ્વાસો.... સાત વરણ સંગમ શા માણસનો છે દરિયો રે !
(૧૯ માર્ચ, ૧૯૯૪)0 comments


Leave comment