28 - જનાજે રોઈ લે, ભઈ ! માંડવે મજાઓ છે / પંકજ વખારિયા
જનાજે રોઈ લે, ભઈ ! માંડવે મજાઓ છે !
હવે સમાજ છે, તું છે અને રિવાજો છે !
ઊડી ગયેલ અવાજોનો છોડ ને અફસોસ !
વગાડ રેડિયો કે રોકડો દિલાસો છે !
નથી આ લાકડું લીલું, ન પળ પ્રગટવાની
અકાળે આગ ઠરી ને થયો ધુમાડો છે
નથી સમર્થ રહ્યો પાર લઈ જવા, કિન્તુ –
તરણ ભૂલ્યો નથી, તૂટ્યો છતાં તરાપો છે !
નથી વસંત કે વર્ષા કે ટાઢ કે તડકો
આ એ.સી. ઓફિસે ભીંતસ્થ સૌ મિજાજો છે !
(૨ એપ્રિલ ૧૯૯૪)
0 comments
Leave comment