39 - આંખોનું ખાલી ઘર ભરી દઈએ જરા-તરા / પંકજ વખારિયા


આંખોનું ખાલી ઘર ભરી દઈએ જરા-તરા
કિલ્લોલ સ્વપ્નનો સમારી લઈએ જરા-તરા

ક્યાં છે હવે એ લ્હેરતાં ઘેઘૂર રાત-દિન
ખખડાટ સૂકાં પાનનો છઈએ જરા-તરા

જીવનના નામે બસ, હવે ખુલ્લી છે માત્ર આંખ
દુષ્કાળે જાણે રોજ પર જઈએ જરા-તરા

બાકી તો શ્વાસ એટલે ઘટમાળ યંત્રવત્
બસ, કોઈવાર વાંસળી થઈએ જરા-તરા

સાચું કે, આંખ વાળી લીધી ઈંતઝારથી
પણ, છૂટ આંસુને હજી દઈએ જરા-તરા
(સપ્ટેમ્બર ૧૯૯૫)0 comments


Leave comment