40 - જિંદગી સાથે કોઈ ઝઘડો નથી / પંકજ વખારિયા
જિંદગી સાથે કોઈ ઝઘડો નથી
બસ, હું ઊઠી જાઉં છું, રમતો નથી
કોઈ આશા, કોઈ આશ્વાસન લઈ
‘તું નથી’ની ધારને ઘસતો નથી
સાચ્ચેસાચ્ચાં આંસુ સાચવવા છે, દોસ્ત !
ખોટેખોટું એટલે હસતો નથી
થાકી, કંટાળીને પાછળ જોયું તો...
પાછાં ફરવાને કોઈ રસ્તો નથી
આખરે પણ હાલત એની એ જ, લે !
હું કફનમાં ને તને પરદો નથી !
(૨૬ નવેમ્બર ૧૯૯૫)
0 comments
Leave comment