45 - વેરણ-છેરણ ‘હોવું’ જોડું / પંકજ વખારિયા
વેરણ-છેરણ ‘હોવું’ જોડું
થાય છે ત્યારે સર્જન થોડું
કોઈ નથી મંઝિલ મારી બસ,
વર્તુળ વચ્ચે ભાગું-દોડું
સ્હેજ વિસામો દઉં છોડીને
થાક્યું છે જીવતરનું ઘોડું
ભાર તિરાડોનો બહુ વેઠ્યો
ભીંત હવે ખુદ ઘરની તોડું
આવે છે ? કે પાગલ થઈને
તુજ ઉંબર પર માથું ફોડું ?
(૯ માર્ચ ૨૦૦૧)
0 comments
Leave comment