50 - ફરી કંઈ ભજવવા સમો વેશ મળશે / પંકજ વખારિયા


ફરી કંઈ ભજવવા સમો વેશ મળશે
ભટકતી આ રાતોને ઉદ્દેશ મળશે

હશે સાવ ખામોશ હલચલ વિનાનો
ભીતર એના ‘હોવા’ની ઝુંબેશ મળશે

મદદમાં, ફક્ત, ડૂબતા એક જણને
કિનારે રહેલાનો ઉપદેશ મળશે

ધરી નિજમાં દીવો, જે અજવાળું આપે
સ્વયં ગોખલાની ભીંતે મેશ મળશે

વિખેરાય શબ્દોનું ધુમ્મસ પછી, દોસ્ત !
નીરવતાની ભાષામાં નિર્દેશ મળશે.

(૨૮ મે ૨૦૦૩)


0 comments


Leave comment