53 - ઉદાસી જોઈ નથી બસ, ઉમંગ જોઈ ગયા / પંકજ વખારિયા


ઉદાસી જોઈ નથી બસ, ઉમંગ જોઈ ગયા
ન જોયો કોઈએ દરિયો, તરંગ જોઈ ગયા

સર્યો છે અર્થ શું સગવડથી, કોણ સમજ્યું છે ?
ઉજાગરા નથી જોયા, પલંગ જોઈ ગયા

કરે શું મોલ આ અત્તરનો ચક્ષુઓ કે જે –
જીવંત ફૂલનાં ફોરમતા રંગ જોઈ ગયા

સ્વયંની રંગછટાને વિશે છે મૌન હવે;
ગગનની રંગલીલાંને પતંગ જોઈ ગયા

ઊડી રહ્યો’તો ગગન માની, જેમાં આજ લગી –
જણાવે પિંજરું. જે પણ વિહંગ જોઈ ગયા

આ કોણ એમના જેવું જ કાંઠે ચાલ્યું હશે ?
પડેલા રેતમાં પગલાં તરંગ જોઈ ગયા

ઉકેલવાની પછી ક્યાં જરૂરિયાત રહે
પડેલી ગૂંચમાં દોરો સળંગ જોઈ ગયા
(૨૧ સપ્ટેમ્બર ૨૦૦૮)0 comments


Leave comment