57 - કેવી હશે સવાર, છે કોને ખબર ભલા ! / પંકજ વખારિયા


કેવી હશે સવાર, છે કોને ખબર ભલા !
જાગો ને ઝૂમો જશ્નમાં થઇ બેફિકર ભલા !

કાયમ ન રહેશે મહેંકતો માહોલ ખુશનુમા
આ તો વસંત આવી છે એના પિયર ભલા !

પીવાનું છોડ પ્રેમની પ્યાલી ગણી-ગણી
આ ડૂબવામાં શું વધુ, શું માપસર ભલા !

દુનિયાની છોડી દઈ તમા, જે જીવી જાય છે –
એની જ બસ, કરે પછી દુનિયા કદર ભલા !

ચાલે છે કોણ એમની ચીંધેલી રાહ પર ?
કાંઠા રચે છે, જે નદી સર્જ્યા વગર, ભલા !

(૨૭ મે ૨૦૦૭)0 comments


Leave comment