61 - કુદરતી તજવીજ લઈ જન્મ્યો હતો / પંકજ વખારિયા


કુદરતી તજવીજ લઈ જન્મ્યો હતો
આમ બસ વાણી જ લઈ જન્મ્યો હતો

રફતે-રફતે એ જ ઘરમાં ગોઠવી –
જૂની જે કંઈ ચીજ લઈ જન્મ્યો હતો.

વાંસ જેવો વસવસો ઊગ્યો છે, દોસ્ત !
ઝંખનાનું બીજ લઈ જન્મ્યો હતો

મોતી સમ છટક્યું ખરા વખતે જ મન
એક ક્ષણની વીજ લઈ જન્મ્યો હતો

ના ગવાહી થઈ તે વાદળને લીધે,
ચાંદ બાકી બીજ લઈ જન્મ્યો હતો

થઇ હિફાઝત હરવખત એથી જ તો –
પ્રેમનું તાવીજ લઈ જન્મ્યો હતો

(૨૫ ડિસેમ્બર ૨૦૦૯)0 comments


Leave comment