70 - જુદા જુદા છે જવાબો, સવાલ એક જ છે / પંકજ વખારિયા
જુદા જુદા છે જવાબો, સવાલ એક જ છે
કયો જવાબ છે સાચો, સવાલ એક જ છે
નથી જવાબ મળ્યો તો પછી ફરક શું છે ?
તમારો હોય કે મારો, સવાલ એક જ છે
મળે જવાબ પછી કાઢશું તફાવત, દોસ્ત !
પ્રથમ તો દાખલો માંડો, સવાલ એક જ છે
જવાબ પામી જનારા છે મૌન એક સમાન,
કરે છે શોર કિતાબો, સવાલ એક જ છે
જવાબ છે છતાં ખામોશ છે હજી એથી
સવાલી કોણ છે સાચો ? સવાલ એક જ છે
(૨૦ સપ્ટેમ્બર ૨૦૧૦)
0 comments
Leave comment