2 - એકોક્તિ ગઝલ / નયન દેસાઈ
સૂર્ય છે કે ઓકટોપસ ઓકટોપસ પૂર્વજો ?
જાવ શાપિત જાવ શાપિત આત્મા નરકે જજો ?
હે તથાગત ! હે તથાગત ! હે તથાગત ! હે તથા !
ગતસમયના પીપળાનું વૃક્ષ, હા ઠૂંઠૂં થજો !
ચૂપ છે ! હેં ચૂપ છે ? શું કામ પથ્થર થઈ ગયા ?
દ્વારપાળો, આંખ ખોલો, આંખ ખોલો દિગ્ગજો ?
અઈનાનું શ્રાદ્ધ કરજો આર્યપુત્રો ! સાંભળો !
જન્મ ના પાછો નગરમાં કોઈ ચહેરાનો થજો !
ટાઈગ્રીસ, ગંગા, મિસિસીપી અને નાઈલ અમે,
છે અમારી વેદનાના વ્હાણ પર કાળા ધ્વજો !
0 comments
Leave comment