14 - નજરાણું લઈ ચાલ્યા / નયન દેસાઈ
ધ્રૂજતા હાથે પૂર્વજ પૂજવા તરભાણું લઈ ચાલ્યા,
એક એક પગલે પર્વત જેવા પરમાણુ લઈ ચાલ્યા.
સ્વસ્તિકમય ઉર્જાપ્રસ્ફુરિત નસમાં ધસમસ પૂર,
ભીંતની સામે પડછાયાનું નજરાણું લઈ ચાલ્યા.
પાંચ પ્રપંચોના અવસરમાં અટકળ ઢોલ વગાડે,
દર્પણ પાસે ગત ચહેરાનું અખ્યાણું લઈ ચાલ્યા.
પટકૂળને ચીંથરે બાંધેલી અખંડ સૌ.ની યાદ,
પહેલો અક્ષર વેચીસાટી કરિયાણું લઈ ચાલ્યા.
તરફડતા ઉચ્છવાસો વચ્ચે ઘટના લોપ-અલોપ,
સ્મરણોના વૈભવ લ્યો ! આખું ગઢ-થાણું લઈ ચાલ્યા.
0 comments
Leave comment