48 - ઉસ્તાદ* એક ગઝલ લખી છે / નયન દેસાઈ


સૂમસામ સડક પરણી રખડપટ્ટી વેદનાગ્રસ્ત રાત્રિને પણ ટૂંપાવી ડે. શેરી નાકા સુધી વળાવા આવ્યાની વાતો બેફામ દોડી જતી રીક્ષાની પાછળ શિકારી ઝપડે દોડે.

કોઈની આંખમાં આકાશ તરતું હોય છે – નિરભ્ર ઝાકળિયું આકાશ, તમે એને દૃષ્ટિથી સ્પર્શી શકો. તમે એ આકાશને મળો ત્યારે હાથ મિલાવવાની ઔપચારિકતા ઓગળી જાય છે, ભીંસાતી છાતી વચ્ચે...

મનુબહેન, મને ઝાકળ ગમે છે. એ સ્વચ્છ હોય છે. ઝાકળને આકાશનાં આંસુ કહેવાની કવેતાઈ ભૂલ નહીં કરું – ઉસ્તાદ, મને તમારી આંખમાં ઘણીવાર ઝળહળતા ઝાકળની નિર્દોષતા દેખાઈ છે અને તેથી જ કહું છું...

દુનિયા ફલાણાની ઉપર ફટાણાં ગાય ત્યારે અફસોસ થાય છે... તમે તો નહીં ઉચ્ચારેલી વેદઋચા... આસોપાલવની શીળી છાંય...

ગઈ કાલે આખી રાત વેણ ચાલી... માંડ માંડ સવાર પડી... રાત અતિ કષ્ટ પામી સૂરજ જનમ્યો આ તેની.. કવિતા...

* પીઢ ગઝલકાર કવિ શ્રી મનહરલાલ ચોકસી.0 comments


Leave comment