52 - મોરલા – ગઝલ / નયન દેસાઈ


સાંજના બિસ્માર રસ્તા પર ખખડધજ ડાબલા,
આ રઝળતા શહેરમાં ઓળા વસે છે કેટલાં ?

સ્તબ્ધતા ટોળે વળી મારી કલમની ટાંક પર,
રિક્ત કાગળ પર ચિતરવા’તા મજાના મોરલા !

દૂર સૂરજ હોય એવું લાગવું ને ક્ષણ પછી
હાથ દાબી દે કોઈ બે આંખ ઉપર લાગલા.

થાય છે કે હું સૂકી ભઠ વાવનું એકાંત છું;
કોણ પ્રગટાવે દીવો ને કોણ પૂજે નાગલા !

હાથમાં મારું જ ધડ લઈ સામો પડછાયો મળે;
હું ઝરુખેથી અતીતના જોઉં જન્મો પાછલા.



0 comments


Leave comment